ગુલામ – 16

(74)
  • 3.8k
  • 5
  • 1.9k

ગુલામ – 16 લેખક – મેર મેહુલ ( લોકડાઉન પછીનો સમય ) જુલાઈ, 2020 જુલાઈ મહિનામાં લોકડાઉન પછી ધીમે ધીમે બધાં ધંધા ફરી શરૂ થવા લાગ્યાં હતાં. ઋષિને પણ પોતાની નોકરી શરૂ થઈ ગઈ હોવાથી એ ભાવનગર ચાલ્યો ગયો હતો. અભય ઉમરાળા પાસે આવેલાં સાબુનાં કારખાનામાં કામે લાગી ગયો હતો. લોકડાઉન પછી બજારમાં માલની એટલી અછત હતી કે કારખાનામાં માલનું ચોવીશ કલાક ઉત્પાદન કરવું પડતું હતું. અભયે અહીં પણ તકનો લાભ ઉઠાવ્યો હતો. એ સવારનાં આઠથી રાતનાં આઠ વાગ્યાં સુધી દિવસની પાળીમાં કામ કરતો અને રાતનાં આઠથી સવારનાં ત્રણ વાગ્યાં સુધી રાતની પાળીમાં કામ કરવા લાગ્યો હતો. અભયે