ગુલામ – 9

(64)
  • 4.2k
  • 4
  • 2k

ગુલામ – 9 (દિવની ટ્રીપ) સવારનાં સાડા પાંચ થયાં હતાં. બધાં દોસ્તો ધોળા જંકશનનાં પ્લેટફોર્મ પર બેઠાં હતાં. ઉદયે ભુપતભાઇને કહીને અભયને સોમનાથ લઈ જવાની મંજૂરી લઈ લીધી હતી. પાંચ વાગ્યે ભોપાભાઈને જગાડી છકડાંમાં બેસીને બધાં પ્લેટફોર્મે પહોંચી ગયાં હતાં. રૂપિયાનો હિસાબ રાજદીપ પાસે જ હતો એટલે બધો ખર્ચો રાજદીપ દ્વારા થવાનો હતો. ક્યાં કેટલો ખર્ચો થયો એનો હિસાબ ઉદય રાખવાનો હતો. અભયનાં ના પાડવા છતાં એની બાએ વહેલી સવારે ઉઠીને થેપલાં બનાવી દીધા હતાં. બાપાએ સામે ચાલીને અભયને ખર્ચા માટે પાંચસો રૂપિયા આપ્યા હતાં. “દિવમાં ફરવા જેવું શું છે ?” કરણે પુછ્યું. “અમે કોલેજમાં હતાં ત્યારે હું પ્રવાસમાં