અમાસનો અંધકાર - 27

  • 3.2k
  • 3
  • 1.4k

શ્યામલીને પણ કાળના સંજોગે કાળી હવેલીમાં ધકેલી દીધી હતી. આજ એના વિધવા જીવનનું પહેલું પરોઢિયું હતું. ઠંડા પાણીએ સ્નાન કરાવ્યાં બાદ એને ભગવાન સમક્ષ ઊભી રાખી એના જીવનની મનોમન મંગલ પ્રાર્થના થઈ. હવે એને બધાની માફક પોતપોતાના કામકાજ સંભાળવાના હતા.હવે આગળ... શ્યામલીએ પણ બધાની માફક કાનુડાના રંગને અપનાવી મનને મનાવ્યું. એ નીચી નજરે અને મક્કમ ડગલે કાળા વસ્ત્રોમાં સજ્જ થઈ બધાની સાથે ભળી. તેણે પોતાની કુણી કેડ પર કાળું મટકું લીધું અને પોતે આ જીવનને જીવવા તૈયાર છે એવી માનસિકતા દર્શાવી. એની સાથે રહેનારી બે વિધવાઓ પણ એની સાથે ચાલી. હવેલીના પાછલાં ભાગમાં ઊંડો કૂવો હતો. એના નીર