ભાગ ..17આપણે આગળ જોયું એ મુજબ ચારે સખીઓ આજ ફરી એકબીજા સાથે સમય વીતાવે છે અને ફરી એકબીજાને સાંભળે છે.આ મુલાકાતમાં માધવ પણ બધા સાથે હોય છે. બધાએ પોતપોતાની વાત કરી લીધી હવે આગળ.... સુહાનીએ બધાને બોલાવી પોતાના સમયનો સદુપયોગ કર્યો. એણે બધાને બેસાડીને ફટાફટ દહીંવડાની ડીશ તૈયાર કરી. બધાએ સાથે જ નાસ્તાની મોજ માણવાની ચાલું કરી. સુહાનીએ માધવને પણ સફરજન અને બિસ્કીટ આપ્યાં.નાનો માધવ પણ બધા સાથે રમતા રમતા જ વાતો કરવા લાગ્યો. એની કાલી કાલી ભાષા સુહાનીને બહુ આકર્ષણ જગાવતી હતી. સુહાનીએ જોયું કે નાનો માધવ રેખાના દરેક શબ્દોનું પાલન કરતો હતો. રેખાના હર એક શબ્દ પર