હાસ્ય રતન ધન પાયો...! - 3

  • 3.3k
  • 1.2k

હાસ્ય રતન ધન પાયો...! (પ્રકરણ-૩) આદિત્યની બાલ્યાવસ્થા કોને ક્યાં અને ક્યારે જનમ આપવો, એનો અબાધિત અધિકાર હજી ઈશ્વર પાસે છે, એ સારું છે..! કેમ કે સરકારના હાથ ત્યાં સુધી પહોંચતા નથી. નહિ તો સોના-ચાંદીના વાસણોમાં જમતા પરિવારમાં જનમ લેવાની લોકોની ઈચ્છાઓ આસાની બર આવી જાત. જીંદગીમાં પછી તો ‘હાય-વોય’ જ નહિ હોત. આ તો એક ગમ્મત..! બાકી, આદિત્યમાં એવું થયું નહિ. પાછલી બાકીને વસુલવા માટે જ ધરતી ઉપર જનમ લઈને આવ્યો હોય એમ, જન્મ્યો ત્યારથી ગરીબીએ એનો પીછો મુક્યો નથી. આજે ભલે બે પાંદડે એ સુખી હોય, પણ ગરીબીની વેદનાઓ હજી પણ એમને દસ્તાવેજની