મારી મા નો લીમડો

  • 4.5k
  • 1
  • 906

બાગેશ્રી નિસ્તબ્ધ ભૂતકાળને વાગોળવાનો પ્રયત્ન કરતી આજે વર્ષો પછી ઘટાદાર અને જાણે કે ઉંમરની ચાડી ખાતા એ લીમડા નીચે ઉભી હતી. (સ્વ મનન) આહ... એજ શાંતિ... એજ પોતીકાપણું... એજ છાયો આપતો આ લીમડો. જાણે કે લીમડો પણ બાગેશ્રી ની વાતોમાં સાદ પુરાવતો પોતાની ડાળીઓ હલાવી રહ્યો એવો ભાષ ચોક્કસ રોમાંચ ઉભો કરી રહ્યો હતો. કેટલાં વર્ષો વીત્યા પરંતુ તું નથી બદલ્યો ખરુંને ( બાગેશ્રી એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી હોય એમ બોલી ઉઠી) હા પણ એ ચોક્કસ કહીશ તારામાં પણ સમયની સાથે બદલાવ આવ્યો છે. તું પણ જાણે કે સમયની થપાટો સાક્ષી બન્યો છે. તારી લહેરાતી ડાળી ઓ વયોવૃદ્ધ થયાનો પુરાવો