આશા - એક આથમતાં અસ્તિત્વની - 3

  • 2.6k
  • 1
  • 936

ભાગ - ૩ જમતી વેળા નિતીન ભાઈ એ આશા ને કહ્યું બેટા, આમાં માત્ર અમારી જ સહમતિ હોય એ યોગ્ય નથી તું તારો પક્ષ મૂકી અમને જણાવ કે તારી શું ઈચ્છા છે. આશા એ કહ્યું, " સાંભળો તમે સૌ તમે મારું સારું જ ઈચ્છો છો આપણે સૌ છોકરા ને મળી લઈએ બધું બરાબર લાગે તો આજ નહીં તો કાલ લગ્ન કરવાં નાં જ છે અને હું માનું છું ત્યાં સુધી તમે અને મહેશ કાકા ભાઈબંધ છો એટલે સાસરવેલ જેવું નહીં લાગે પછી જેવાં નસીબ." આ વાત થયાં બાદ સૌ જમી ને ઘરે આવી જાય છે. નિતીન ભાઈ સવારે મહેશભાઈ ને ફોન લગાવે છે