પ્રતિશોધ તૃતીય અંક: - 14

(209)
  • 6.2k
  • 9
  • 3.6k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-14 પચાસ વર્ષ પહેલા, ઈજીપ્ત દુનિયાભરમાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો હતો, ટેકનોલોજીમાં થતો ઉત્તરોઉત્તર વધારો પોતાની સાથે ગામડાઓને પણ ઈલેક્ટ્રિસિટીથી જોડી રહ્યો હતો. જૂના રીત-રિવાજો, અંધશ્રધ્ધા, સંકુચિત માનસિકતા આ બધું ત્યજીને પૂરી દુનિયા પ્રગતિના રસ્તે ચાલી નીકળી હતી. આ બધી બાબતોના લીધે શૈતાની શક્તિઓને પૂજતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. યુરોપમાં ઇલ્યુમિનાટી સંસ્થાના અસ્તિત્વ માથે પણ જોખમ હતું એટલે જ એ લોકો વધુને વધુ ગુપ્ત બની કામ કરવા મજબૂર બન્યા. આકા વઝુમ જેવા ભયાનક શૈતાની જાદુગરોનું મધ્ય એશિયાના દેશોમાંથી નિકંદન નીકાળી દેવામાં આવ્યું હતું. અમેરિકા અને દક્ષિણ એશિયાના આદિવાસી સમુદાયના લોકો પણ ધીરે-ધીરે દુનિયાના