ત્રેપન વરુણથી બોલતાં તો બોલાઈ ગયું અને ભલે ભૂલથી પણ તેણે પોતાના સુંદરી પ્રત્યેના એકતરફી પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો, પરંતુ બીજીજ સેકન્ડે વરુણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે જેમ હતો એમ જ ઉભો રહી ગયો જાણેકે તેને કોઈ મોટો આઘાત લાગ્યો હોય. આઘાત તો સુંદરીને પણ લાગ્યો હતો. વરુણ દ્વારા થોડો સમય મૂંગા રહેવાની સલાહે તેને પહેલેથી જ વરુણ પ્રત્યે ગુસ્સો કરાવી ચૂકી હતી એવામાં વરુણ તેને પ્રેમ કરે છે એ વાતે તેનો ગુસ્સો સાતમે આકાશે પહોચાડી દીધો. “તમને ભાન પડે છે આ તમે શું કહી રહ્યા છો???” સુંદરીથી જરા જોરથી બોલાઈ ગયું. વરુણના સદનસીબે પાર્કમાં