*********** તા.૧૩ મી જાન્યુઆરી બુધવારનો દિવસ, આજે સવારથી જ અદાલત ખીચોખીચ ભરેલ હતી જે કક્ષમાં સુનાવણી હતી એમાં પગ મુકવા જેટલી જગ્યા પણ ન હતી. આજે એક એવા કેશ ની સુનાવણી હતી જેની રાહ લગભગ બે વર્ષથી જોવાતી હતી. બધાની નજર આજે એ ચુકાદા ઉપર હતી જેમાં આરોપી મોટા ભાગનાં રાજકારણી, પોલીસ, અને ડોન કહેવાતા બુટલેગરો નાં રિસ્તેદાર હતા. મોટા ભાગનાં લોકોને આજે પણ ન્યાયિક પ્રણાલિકા ઉપર પૂરો વિશ્વાસ છે અને ચુકાદામાં એ લોકો ને સજા થશે જ એમ બધાને લાગતું હતું. . વાત ૧૦ નવેમ્બર ૨૦૦૮ની હતી, રોજ ઉગે છે એમ એ દિવસે પણ સુરજ ઉગ્યો હતો. નવેમ્બર મહિનાનાં