વેધ ભરમ - 27

(175)
  • 8.8k
  • 8
  • 5.6k

રિષભે ગૌતમ સાથે વાત પૂરી કરી ત્યાં જ અભય અને હેમલ ઓફિસમાં દાખલ થયાં. તેના ચહેરા પરના હાવભાવ જોઇને રિષભ સમજી ગયો કે કંઇક ચોક્કસ કોઇ મોટી બાબત બની છે. “કેમ શું થયુ?” રિષભે પૂછ્યું. “સર, જે દિવસે દર્શનનું ખૂન થયુ તે દિવસે કબીર સુરતમાં જ હતો અને તેનુ લોકેશન 10 વાગ્યાની આજુબાજુ દર્શનના ફાર્મ હાઉસ પાસે જ બતાવે છે.” આ સાંભળી રિષભ ખુરશીમાંથી ઊભો થઇ ગયો અને બોલ્યો “ઓહ સીટ. મારાથી આવડી મોટી ભૂલ કેમ થઇ ગઇ.” “સર, એમા તમારો વાંક નથી. કબીર વિરુધ આપણને અત્યાર સુધી કોઇ પૂરાવો નથી મળ્યો.” હેમલે કહ્યું. રિષભે ખુરશીમાં બેસતા કહ્યું “એક કામ