"પણ ક્યાં કઈ તારા બાપનું લૂંટાઈ જાય છે તે આટલી ઉતાવળ કરે છે? જરા શાંતિથી કરને." ઉપરથી બોલપેન મુકો તો લસરીને નીચે પડી જાય એવી ઉપરથી લપસ્યા જેવી અને નીચેથી સીધી એવી ફાંદ ધરાવતા,સરકારી આચાર્યની જેમ નાકની વચ્ચે સુધી ચશ્માની દાંડી રાખીને મારી સામે તાકીતાકીને કોડા જેવી આંખો વડે જોનારા,પોતાની જ વાત સાચી છે એવું ઠસાવવા સરસ્વતી દેવી પણ શરમાઈ જાય તેવી દલીલો કરનારા,બીજાની વાતમાં અનેક હીરા માંથી પથ્થર શોધવા જેટલી મહેનત કરીને દોષ શોધનારા એક વડીલે મને ઉપરનુ વાક્ય કહ્યું.હવે આ વડીલ કહી રહ્યા હતા કે ધમકાવી રહ્યા હતા એ હું નક્કી કરી શકતો નહોતો.જો હવે હું જરા