ફરી મળીશું !!પ્રકરણ - ૧૦રાત્રે કૃણાલ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે હું અગાસીમાં બેઠો હતો. મમ્મીપપ્પાની ચિંતા થતી હતી. ઈશાની ખૂબ યાદ આવી રહી હતી. હૈયું વલોપાત કરી રહ્યું હતું. હું પોતાની જાતને જવાબદાર ઠેરવી રહ્યો હતો. જિંદગીએ એવી પછડાટ આપી હતી કે પાછું ઉભા થઈને લડવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. કૃણાલ ફ્રેશ થઈને અગાસીમાં આવ્યો તેનો મને ખ્યાલ ન હતો. મારી આંખોમાં આંસુ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો." જો ધવન તારી સાથે શરૂઆતથી હું છું. છેલ્લા ઘણા વર્ષોથી આપણે મિત્રો છીએ. હું તને સારી રીતે જાણી પબ ગયો છું. માટે મારી સલાહ તને એટલી છે કે તું ઇશાના વિચારોમાંથી બહાર