Dear પાનખર - પ્રકરણ - ૧૭

  • 2.9k
  • 1k

શિવાલી અપોઈન્ટમેન્ટસના સમય પહેલા જ ક્લિનિક પર પહોંચી જતી હતી. કમ્પ્યુટર પર કલાયન્ટની હિસ્ટ્રી જોઈ લેતી. જ્યારે પણ સમય મળે ત્યારે નેટ પર નવી નવી પદ્ધતિઓ વિશે જાણકારી લેતી રહેતી. સમય સાથે કદમ‌ મિલાવીને ચાલવું એ એનો સહજ સ્વભાવ હતો. દરવાજો ખુલ્યો અને ચાળીસેક વર્ષનો પુરુષ એની પત્ની સાથે કાઉન્સિલિંગ રુમમાં પ્રવેશ્યો. સ્ત્રીને જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે એ ડિપ્રેશનની દર્દી છે. ચહેરા પર એકદમ ઉદાસીનતા , આંખો ઊંડી ઊતરી ગયેલી, આંખોની નીચે કાળા કુંડાળા અને જાણે વર્ષોથી એના મુખ પર સ્મિત આવ્યું જ ના હોય. " મારુ નામ રાજેશ છે અને આ મારી