આગે ભી જાને ના તુ - 14

  • 3.5k
  • 1.3k

પ્રકરણ - ૧૪/ચૌદ ગતાંકમાં વાંચ્યું..... અનન્યા, માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે પોરબંદરથી વડોદરા આવી પહોંચી. રાજપરામાં ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીએ રતન અને રાજીવને સાચી હકીકત જણાવી...... હવે આગળ.... અનન્યા અને લીના બંને ફ્રેશ થઈ કપડાં બદલી નીચે આવીને માલતીમાસીને મદદ કરવા કિચનમાં આવી ત્યારે મનન બહાર નીકળી ગયો હતો. "અરે...માસી અમે બંને આવી ગયા છીએ ને તો લાવો અમે રસોઈમાં તમને મદદ કરીએ,"અનન્યા અને લીના ડાઇનિંગ ટેબલ પર વટાણા ફોલી રહેલા માલતીમાસીને મદદ કરવા એમની બાજુમાં ગોઠવાઈ. "ના....ના.....દીકરીઓ, હું ય અમસ્તી બેઠી હતી એટલે વટાણા લઈને બેસી ગઈ. આ ભાનુબેન છે ને એ બધું સંભાળી