એ દિવસે હજુ ય યાદ છે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. સવારનો વરસતો વરસાદ સાંજના 4 વાગવા આવ્યા તો પણ બંધ થવાનું નામ લેતો નહોતો. આજે સવારે જ મે'માન મને જોવા આવવાના હતા પરંતુ હજુ એમનું કોઈ નામોનિશાન નહતું. મને સવારથી તૈયાર થવા માટે, કેમ બોલવું, કેમ ચાલવું વગેરે પર ટોકવામાં આવી રહી હતી. હું ઇચ્છતી હતી કે જલ્દી મને જોઈને જતા રહે અને હું આમાંથી છૂટું. સાંજે છ વાગે દિવસ આથમવા આવ્યો ત્યારે મહેમાન ઘરે પહોંચ્યા. લગભગ બધા પલળીને આવ્યા હતા. આવીને બધા થોડીવાર ઓસરીમાં એમ જ બેઠા અને થોડા કોરા થયા. બે છોકરાઓ સાથે હતા એટલે નક્કી થતું