વેકેશનનો સદ્ઉપયોગ :: સામાજિક પ્રવૃત્તિઓનું ભાથું: બાળકનું ચંચળ મન તેને અનેક કાર્યો કરવા પ્રેરે છે, ખાસ તરુણાવસ્થામાં જો તેમની શક્તિઓને યોગ્ય દિશામાં વાળવામાં ન આવે તો તે અવળા માર્ગે ફંટાઈ જવાની શક્યતા રહે છે. માણસમાત્રને ફરવાનું ગમતું હોય છે ને એમાંય આ તો શાળાની વિદ્યાર્થિનીઓ ને તે પણ તરૂણ... વેકેશનમાં એક નાનકડો પ્રોજેક્ટ કરવાની વાત કરી અને એમાં પણ ફરવાનું હોય તો પછી કોણ ના પાડવાની ?! પણ શરત માત્ર એટલી હતી કે ફરવા જઈશું પણ સામાજિક સંસ્થાઓની મુલાકાતે ફરવાનું. જિજ્ઞાસાથી પ્રેરાઇને આ નવા પ્રવાસ પર્યટન માટે તેઓ તૈયાર થઈ ગયા આ દિવાળી વેકેશન સામાજિક જાગૃતિ