મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ-૧૧

  • 3.5k
  • 1.3k

વિધવિધ સામાજિક જાગૃતિ અભિયાનો શિક્ષણની જ્યોત જગાવવાની સાથે સામાજિક જાગૃતિ ની મિશાલ બની રહેલા બાળકો વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે અભિયાન શરૂ કર્યા.દરેક વિદ્યાર્થીની સ્વથી શરૂ કરી સમાજ સુધી પહોંચી રહી હતી જેની નોંધ વિવિધ રીતે લેવાઈ રહી હતી પરિણામે પોતાના કાર્યની પ્રોત્સાહન મળતા બાળકોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. જેની આગળ વાત કરીએ... શાળાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા વિદ્યાર્થીઓ ગ્રીશા અને મનાલીએ મલ્ટી પર્પસ પ્રોજેક્ટ હાથ ધર્યો: જેમાં પાણી, ઉર્જા, પર્યાવરણ બચાવો સાથે ઝબલા હટાવો, વ્યસનમુક્તિ વગેરે અનેક બાબતોને એક સાથે સાંકળીને એક પ્રશ્નાવલી તૈયાર કરી, ઉત્તમ સંશોધકની છાજે તેવું સર્વેક્ષણ ધોરણ9ની આ બે ટબૂકડી બાળાઓએ