સાંજના સમયે અગાસી પર સૂર્યાસ્તને માણતો હતો. ગામડાની સાંજ અને ઠંડી હવા મને બહુ જ ગમતી. હું મારા લંડનના મિત્રો સાથે ફોન પર વાત કરતો હતો ત્યારે કાકી અને ભાભી બંધ ઓરડાની સફાઈ કરતા હતા. રાત્રે સૂતા સમયે નોટિફિકેશન જોયું તો ગ્રીષ્માનો હાય... લખેલો મેસેજ આવ્યો હતો. મેસેજ ઓપન કર્યો ત્યાં તો એણે મેસેજ જ ડીલીટ કરી દીધો હતો. મનમાં થયું કે મેસેજ કરું પણ દવાના કારણે ઊંઘ પણ બહુ જ આવતી હતી એટલે હું સૂઈ ગયો. શાંત અને ગાઢ નિંદ્રામાં હતો અને ત્યારે પ્રેમથી કોઈકે મારા કપાળે હાથ ફેરવ્યો. ત્યારે જ કોઈકના મોબાઈલમાં વાયોલીનની ટન રણકી..હું આંખ ખોલ્યા