જગતનો સમ્રાટ (ભાગ-25) આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ઘરેથી પરત ફરતી વખતે જૈનીષ ગુરુજીએ કહેલ વાતોના કારણે ચિંતિત હોય છે. બીનીતભાઈ અને દિનેશભાઈ બંને પોતાની રીતે શું વાત છે તે જાણવાનો પ્રયત્ન કરે છે પણ જૈનીષ કોઈ પ્રતિસાદ આપતો નથી અને દિશા કોઈ ખાસ વાત નથી એમ કહીને જવાબ આપવાનું ટાળે છે. કંટાળીને બીનીતભાઈ કારમાં સંગીત ચાલુ કરે છે અને આ તકનો લાભ લઈ દિશા જૈનીષની સાથે બધી વાત કરી લે છે તથા જૈનીષનો મૂડ ફ્રેશ કરવા એની સાથે થોડી મજાક મસ્તી પણ કરે છે. સામે પક્ષે જૈનીષ પણ થોડી હળવી મસ્તી કરે