મિત્રો આગળના ભાગમાં આપણે જાણ્યું કે, ભલે રમણીકલાલ શ્યામ વિશે અજાણ હતા, બાકી શ્યામતો પહેલેથી જ જાણતો હતો કે, તે પોતાની કિડની કોને અને કોના માટે આપી રહ્યો છે. એ દિવસે બન્યુ એવું હતુ કે...જ્યારે શ્યામ અને વેદનો એક્સિડન્ટ થયો હતો, ત્યારે શ્યામ અતિ-ગંભીર રીતે ઘાયલ થયેલ પોતાના મિત્ર વેદને, પોતાના ખભે ઉંચકી, દોડીને હોસ્પિટલ પહોંચ્યો હતો, કે જ્યાં હાજર ડોક્ટરે ઘાયલ વેદને તપાસી, વેદના ગળાના ઓપરેશન વિશે અને તે ઓપરેશન માટે પાંચ લાખ જેટલા ખર્ચ વિશે, તેમજ તે પાંચ લાખ એડવાન્સ જમા કરાવવાની વાત શ્યામને કરી હતી, ત્યારે થોડીવાર માટે શ્યામ ટેન્શનમાં પણ આવી ગયો હતો. બાકી જ્યારે ડોક્ટર સાહેબ, વેદને તપાસી રહ્યા હતા, ત્યારે શ્યામ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને જે