કહીં આગ ન લગ જાએ - 18

(45)
  • 4.2k
  • 4
  • 1.5k

પ્રકરણ- અઢારમું/૧૮‘હેલ્લો, આઈ હોપ કે હું કબીર કામદાર સાથે વાત કરી રહી છું.’ મીરાંએ કહ્યુંકાનમાં મધ ઘોળાઈ રહ્યો હોય એવો સ્વર સાંભળીને એક ક્ષણ માટે વિચલિત થઇને બોલ્યો,‘યસ, પ્લીઝ આપ કોણ ?’‘વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં પી.એ.ની પોસ્ટ માટે આપનું નામ રેક્મ્ન્ડ થયું છે.’ મીરાં બોલી.‘યસ, બટ, આપ કોણ બોલો છો ? આપનો પરિચય આપશો, પ્લીઝ.’‘એ પોસ્ટ માટે આપ કોઈ એંગલથી લાયક નથી. આપનું નામ ટોટલી રીજેક્ટ કરવામાં આવે છે. અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ તો શું પણ આ શહેરમાં આપને કોઈપણ જોબ નહીં આપે તેની હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમારી હિંમત કેમ થઇ વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ માટે એપ્લાઇ કરવાની ? આપ આપના