નિસ્વાર્થ લાગણી ને નિર્દોષ પ્રેમ

  • 3.2k
  • 994

આજે એ જ બગીચામાં આવીને બેઠી હતી. એ સમયની જેમ જ અત્યારે પણ સુંદર ફૂલ - છોડ હતા, અહીંયા આવતા કેટલાય લોકોની વાતોથી પરિચિત અને કેટલાય રહસ્યો સંઘરીને અડીખમ ઉભેલા વૃક્ષો હતા. સુંદર શણગાર સજેલી મધુમાલતીની એ લતાઓ જાણે પ્રિયતમના આગમનને લીધે શરમથી ઝૂકી ગઈ હતી. સાંજનો સમય હતો અને નિરાલીને એની મમ્મી બહાર લઈ આવી એણે ઘણી ના કહી પણ એની મમ્મી નહીં માની એ થોડાં દિવસો પહેલાં જ અહીંયા આવી હતી અને હવે એનાં મમ્મી - પપ્પા સાથે જ રેહવાની હતી. એ આવી ત્યારથી બહાર નીકળે જ નહીં. બસ