વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-14

(54)
  • 3.7k
  • 4
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-14 સુરેખ અને અભી કબીરનાં રૂમ પર આવી ગયાં હતાં. અભી તો ક્યારનો આવી ગયો હતો. કબીર દ્વારા જાણવા મળ્યુ કે અભી તો અહી નિયમિત આવે છે સ્તુતિને મળવાં. સુરેખે જોયુ બારીમાંથી કે સામે લેડીઝ હોસ્ટેલમાંથી સ્તુતિ સાથે સુરેખા પણ આવી રહી છે એણે અભીને કહ્યું અભલા તું સ્તુતિને લઇને રાઉન્ડ મારવા જ્જે અને કબીરને કહ્યું થોડી પ્રાઇવેસી કરી આપજે મારે વાતો કરવી છે. કબીરે કહ્યું "એક કામ કરું છું હું કેન્ટીનમાંથી ત્યાં સુધી ગરમા ગરમ સમોસા, પાપડી અને ચા લઇ આવુ છું. અભલો જશે બહાર પણ એ લોકો આવી જાય પછી નીકળું એમણે આપણે પ્લાન કર્યો છે એવું