નયનનાં કિનારે

  • 2.5k
  • 1
  • 894

મનનો સંવાદ.... મારો મુજથી જ આ સંવાદ છે, આંખો ને સપનાથી ફરિયાદ છે. અંદર અંદર બળે છે કંઇક તો, હ્રદય મહી લાગેલી આગ છે. બનીને મૃગજળ કેવા હંફાવે છે, લાગણીઓ જ મનને હરાવે છે. નથી નડતો ધોમ ધખતો તાપ, અધૂરા સપનાઓ સળગાવે છે. ઘણું વરસાવ્યું દુઃખ ભરી ભરી, અશ્રુઓ હવે નયનનાં કિનારે છે. નાજુક નમણી એ આંખો મારી, હવે સહનશીલતા ને આરે છે. આશા રાખું પણ હું કોની હવે, જીવન તો તારા જ સહારે છે. વસવું તારે તો એ બ્રહ્માંડ મહી, ધરતી પર રહેવાનું તો મારે છે. સુખની ભરતી ને દુઃખની ઓટ, સઘળું સાગર મહી સમાવે છે. એમ સમજીને આપે