*મારી લઘુકથાઓ* ૧૦-૬-૨૦૨૦૧) *ઊર્મિ*. લઘુકથા... ૮-૬-૨૦૨૦અંજલિ બહેન નાં એક નાં એક દિકરા જય નાં લગ્ન હતાં..જાન પ્રસ્થાન થઈ અને અંજલિ બહેન ઊર્મિ થી છલકાઈ ને પોતાનું કમરનો પ્રોબ્લેમ ભૂલી ને મન મૂકીને ડાન્સ કર્યો આવડે એવો..ઘણાં બધાં અંદરોઅંદર એમનો ડાન્સ જોઈને વાતો કરતાં અને હસતાં રહ્યા પણ અંજલિ બહેને પોતાની ઊર્મિ ઓને મન મૂકીને વ્યક્ત કરી..નિર્વિધ્ને લગ્ન પત્યા અને લક્ષ્મી સ્વરૂપ ખુશી વહું એ પગલાં પાડયાં અને અંજલિ બહેન ની ઊર્મિઓ ને સમજી ને ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ અને અંજલિ બહેન ની નાજુક ઊર્મિ ઓની ભાવના સમજી ને ઘરને મંદિર બનાવ્યું અને ખુશીઓ થી ઘર ગુંજી ઉઠ્યું...ભાવના