ભાગ 24 શરૂ ..................................... "પણ હવે એ મરી ગયો છે હવે તું પણ તેની પાછળ મરવા જઈશ તું સમજ આપણે અહીંયા એક ટાપુ ઉપર છીએ અને આપણો હેતુ તમારા બધા માટે ચાવી ગોતવાનો છે" નેવીલે જેક ને સમજાવતા જવાબ આપ્યો. "હા એ પણ છે કાંઈ નહિ આ બીજી અને ત્રીજી ગુફામાં કોણ જશે?" જેકે બધાને પૂછ્યું. "આ બીજી ગુફામાં હું જઈશ" ઝોયાએ કહ્યું. "અને આ ત્રીજી ગુફામાં હું જઈશ" મિસ્ટર ડેઝી બોલ્યા. "ઓકે અમે તમારી રાહ જોઈશું" નેવીલ બન્ને ને કહ્યું. ઝોયા અને મિસ્ટર ડેઝી ગુફામાં અંદર જાય છે અને બીજી ગુફામાં ઝોયા જેવી અંદર જાય છે ત્યાં આગળ એકદમ