૧૯૯૨થી આપણે દર વર્ષે ૨૨ એપ્રિલે ‘ધરતી દિવસ’ ઉજવીએ છીએ. ૩૬૫ દિવસમાંથી એક દિવસ એ ધરતી માટે ફાળવીએ છીએ. જે આપણા જીવનનું તે અંગ છે. કહો કે આધાર છે. એને આપણે માતા કહીને નવાજીએ છીએ. આ એક દિવસની ઉજવણી કરીને આપણે બાકીના ૩૬૪ દિવસ ધરતીનું ધનોત પનોત કાઢી નાખવાનું લાઈસન્સ મેળવી લઇએ છીએ. આ ધરતીના આપણા પર અનેક ઉપકારો છે. આપણે માનીએ છીએ કે ધરતી આપણા પર ઉપકાર કરીને નવાઈ કરતી નથી. આપણી આ માન્યતામાં જ ખરી ભૂલ છે. ધરતી આપણો ભાર ઝીલી લે છે, એ જ એની સૌથી મહત્વની છે. ધરતી સીધી રીતે ગળું ફાડીને આપણી પાસે કશી જ