ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 3

(61)
  • 4.8k
  • 4
  • 1.7k

સૂર્ય કેપ્ટ્ન હેરીના કાફલા સાથે આગળ વધવાની હરીફાઈમાં વિજયી બનીને પશ્ચિમ દિશામાં ડૂબી ગયો હતો. ઝાંખું અંધારું ધીમે ધીમે ગાઢ બનતું જતું હતું છતાં કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીનું વહેણ જમણી બાજુ વળાંક લે ત્યાં સુધી પહોંચ્યા નહોતો. દિવસ દરમિયાન પક્ષીઓના શોરબકોરથી જીવંત બની રહેલો ઝોમ્બો નદીનો કિનારો રાતનાં અંધારામાં એકદમ નિર્જીવ અને સંપૂર્ણ શાંત બની જતો હતો. દૂર જંગલમાંથી ક્યારેક સંભળાતી રાની પશુઓની બિહામણી અવાજો , ક્યારેક નદી કિનારે ઉભેલા વૃક્ષોમાંથી એકાદ પક્ષીનો ફફડાટ તો ક્યારેય આજુબાજુ ઉગી નીકળેલા ઘાસમાંથી તમરાઓના અવાજ સિવાય નદી કિનારે નીરવ શાંતિ છવાયેલી રહેતી હતી. ઝરખ પ્રાણીઓ જે લાકડાની ગાડી ખેંચી રહ્યા હતા