અણધાર્યું મિલન

  • 3.9k
  • 1.4k

જીંદગી બચાવીને મોટી બિમારીમાંથી ઊઠી હતી એશા. નવી હિંમત અને જૂની આશાઓ સાથે ફરી જીવનની શરુઆત કરી રહી હતી. દિકરો બારમા ધોરણની તૈયારી કરી રહ્યો હતો. દિકરી શાળાનું ગૃહકાર્ય પૂરું કરી સૂઈ ગઈ હતી. પતિ પણ શિફ્ટવાળી નોકરી કરીને આવીને સૂઈ ગયા હતા. કોઈને કંઈ ફરક ન હતો કે આજે એનો જન્મદિવસ હતો. એશા મોબાઈલ લઈને બેઠી હતી. વરસો પહેલા ફેસબુક પર અકાઉન્ટ બનાવેલું તે ખોલીને બેઠી હતી. બરાબર યુઝ કરતાં પણ ન આવડે ખાલી સ્ક્રીન પર જે આવે તે જોયા કરતી હતી ત્યાં અચાનક એની નજર ઉપર મેસેન્જરના ચિન્હ પર પડી. ઉપર કંઈક લાલ નિશાની દેખાઈ તો એણે એના