10 ડિસેમ્બર - આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી અને કોઇ છીનવી પણ શકતું નથી. આમ માનવ જીવનને અર્થપૂર્ણ, સંતોષ જનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારનાં સ્વાતંત્રયને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝૂંટવાય નહી તેવી મુળભૂત આકાંક્ષાઓ છે. માનવી જન્મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જિજીવિષા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્યપણ છે. સમગ્ર વૈશ્વિક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની