જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે અેની જિંદગીમાં કોઈ એવું હમસફર હોય કે જે જીવનનાં સફરમાં હંમેશા સાથે રહે, ખોટા હોય ત્યાં હકીકત સમજાવે, મુશ્કેલીમાં સાથ નિભાવે અને જીવનને ખુશીઓથી ભરી રાખે.....! ઘણી વખત આપણી ઈચ્છાથી કંઇક ઊલટું જ થતુ હોય છે...! જીવનમાં ઘણી વખત એવું પણ બને છે જે વ્યક્તિને ઓળખતા જ ના હોય એ વ્યકિત હમસફર બને છે, તો ઘણી વખત પ્રેમ કર્યો હોય જેની સાથે લગ્ન કરવા માંગતા હોય એમની સાથે લગ્ન ના પણ થાય, તો ઘણી વખત અજાણતાં જ કોઈ ધાર્યો કરતાં સારુ મળી જાય, અને કોઈ વખત કોઈનો બે પળ નો સાથ જિંદગી જીવાડી