પારિજાતના પુષ્પ - 5

(14)
  • 4.4k
  • 1
  • 2k

" પારિજાતના પુષ્પ " " દોસ્ત " આપણે ગયા પ્રકરણમાં જોયું કે..... અદિતિની માંદગી તો લાંબી ચાલી...અરમાન જાણે એકલો પડી ગયો અને ખૂબજ ઉદાસ રહેવા લાગ્યો.. બિલકુલ સુનમુન રહેવા લાગ્યો.. તે ન તો સ્કૂલે જતો કે ન તો જમતો.. કે ન કોઈની સાથે વાત કરતો કે ન કોઈ પણ ફ્રેન્ડ સાથે રમવા પણ જતો.. અરમાનની મમ્મી દર્શનાબેનને અરમાનની ખૂબ ચિંતા થવા લાગી... અને એક દિવસ તો અરમાને હદ જ કરી નાખી...!!સવારનો ક્યાંક ચાલ્યો ગયો, સાંજ સુધી ઘરે ન આવ્યો ખૂબજ શોધખોળ થઈ ગઈ, દર્શનાબેનની આંખમાં તો આંસુ સૂકાતા ન હતા. બધા ખૂબજ ચિંતામાં પડી ગયા. ક્યાં ગયો હશે આ છોકરો..??