વાસી જીવન – દિવ્યેશ ત્રિવેદી

  • 3.2k
  • 1.1k

સ્કૂલમાં ભણતા હતા ત્યારે વર્ગમાં શિક્ષકે એક વાર એક પ્રશ્ન પૂછ્યો, “ધારો કે તમે ઘેરથી નીકળીને સ્કૂલે આવી રહ્યા છો. મોડું થઈ ગયું છે, અને રસ્તાઓ સૂમસામ છે, અચાનક એક રિક્ષા તમારી પાસેથી પસાર થાય છે અને એ રિક્ષામાં બેઠેલી વ્યક્તિનું પાકીટ પડી જાય છે. એ વ્યક્તિને તો ખબર નથી અને એની રિક્ષા આગળ નીકળી જાય છે. તમે એ પાકીટ ઉપાડીને જુઓ છો તો એમાં સો-સોની નોટોની થોકડી હોય છે. આવે વખતે તમે શું કરશો?” શિક્ષક પ્રશ્ન પૂછીને બધાની સામે જોઈ રહ્યા. ઘણા બધા છોકરાઓએ જવાબ આપવા આંગળી ઊંચી કરી, શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને જવાબ આપવા કહ્યું. એક