લાલની રાણીનું આધારકાર્ડ - 14

(36)
  • 5k
  • 3
  • 1.8k

પ્રકરણ-ચૌદમું/૧૪‘એ ડ્રીમલેન્ડ હોટલ કોની છે ખબર છે ? જગને પૂછ્યું, ‘નહીં તો, કોની છે ? લાલસિંગે અધીરાઈથી પૂછ્યું ખિસ્સા માંથી બીડીની ઝૂડી કાઢી, બીડી સળગાવીને દાંત વચ્ચે દબાવતાં જગન બોલ્યો ‘વિઠ્ઠલ રાણીંગાની. એ પછી હસતાં હસતાં બોલ્યો‘ઓલો રોલો માથું ખંજવાળશે પણ બીડીની ઝૂડી નહીં મળે.’ ‘વિઠ્ઠલ...ઓહ્હ.. તો ગટરના સુવરને સિંહ બનીને દિલ્હીની ગાદીએ બેસવાની ચળ ઉપડી છે એમ ? બન્ને હથેળીઓ મસળતાં લાલસિંગ આગળ બોલ્યા ‘પણ.. વિઠ્ઠલે આ હોટલ લીધી કયારે ? હજુ ગયા મહીને તો કોઈ બ્રોકર મારફત મને એ હોટલ માટે ઓફર આવી હતી. પણ ઈલેક્શનના કારણે મેં માંડી વાળ્યું.’‘ડ્રીમલેન્ડ હોટલમાં વિઠ્ઠલ પડદા પાછળનો પાર્ટનર છે. મતલબ કે બે નંબરના નાણાં વિઠ્ઠલના છે. એટલે