લવ બ્લડપ્રકરણ-65 ડમરૂબાબાએ રૂમમાં બધાને ભેગા કર્યા. પછી એને ભાન થયુ કે પરિસ્થિતિ હવે ખૂબ પ્રવાહી થઇ ગઇ છે હવે બધુ કાબુમાં કરવું મુશ્કેલ છે ચારેબાજુથી ભીંસ વધી રહી છે. એની બધીજ ગણત્રીઓ અવળી પડી રહી હતી. બાબાએ સુજોય તરફ આંખ મારીને ઇશારો કરીને કહ્યું હવે તું તારો હિસાબ પતાવ હું મારો પતાવુ છું એમ કહીને એ સુરજીત તરફ ફર્યો સુરજીતને કહ્યુ તું તારી પત્ની સંભાળ આ તારી આજકાલની રખેલને મારાં હવાલે કર એમ કહીને રીતીકા તરફ હાથ લાંબો કર્યો. રૂમમાં બધાં ભેગાં થયેલાં એકબીજાને જોઇ રહેલાં. નુપુર અને સુચિત્રાનાં દેહમાં ખૂબજ પીડા હતી છતાં સુચિત્રાએ ડમરૂનાં સંવાદો સાંભળ્યા અને