ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-35

(126)
  • 6.5k
  • 13
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-35 શ્રોફ નીલાંગીને સારાં શબ્દોમાં પણ કરડી આંખે રીતસર ધમકાવી રહેલો એને સ્પષ્ટ કહી દીધું કે તને ખૂબજ વિશ્વાસ પાત્ર સમજી રહ્યો છું એટલેજ ખૂબ ખાનગી અને અગત્યનાં કામ તને સોપુ છું અને એવુંજ વળતર ચૂકવુ છું મે ઘણાંની કેરીયર બનાવી છે અને લાખો કમાઇ આપ્યાં છે. આમાં ચૂક ના થાય એ ખાસ જોજે નહીંતર કેરીયર બરબાદ પણ થઇ શકે છે. આ તને મારી અંગત સલાહ છે તું જે રીતે લે એ રીતે વોર્નીગ સમજ કે સલાહ તારાં માટે આખી જીંદગી પડી છે અત્યારે આ ઊંમરમાં બીજા બધામાં ફસાયા વિનાં કેરીયર પર ધ્યાન આપ. તું ખાસ અંગત છું