ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-34

(122)
  • 6.3k
  • 8
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-34 નીલાંગ કાંબલે સર સાથે વાત કરી એમણે આપેલી ગન મેગેઝીન ખીસામાં સાવચેતીથી મૂકી દીધી એનાં ખીસામાં જાણે ભાર વર્તાતો હતો. એણે કીધુ પણ ખરુ કે હવે આ રાખવાની પણ નોબત આવી ગઇ. એ સાંભળીને કાંબલે સરે કહ્યું "નીલાંગ આમાં કંઇ ખોટું નથી આપણી સુરક્ષા માટે આપણે સજજ રહેવુ જ જોઇએ હું તારા માટે લાયસન્સ અને ગનની પણ વ્યવસ્થા કરાવી દઇશ. આ મુંબઇ શહેર છે અહીં મુખવટા વધારે છે માણસ ઓછાં. કોણ ક્યારે શું સ્માર્ટનેસ બતાવે ખબર ના પડે. તને અનુભવ હશે જ જેટલી આ નગરી માયાવી છે એટલી જ કૃર છે. અહીં કોઇ કોઇનું નથી બધાં માત્ર