દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-7: સરપ્રાઈઝ

  • 3.2k
  • 1.3k

ભાગ-7: સરપ્રાઈઝ વર્ષ:2013 સાંજના છ વાગ્યાનો સમય હતો. સૂરજ આથમવાની તૈયારી કરી રહ્યો હતો. ડુમ્મસનાં દરિયાકિનારે બેઠા બેઠા ત્રણેય મિત્રો મસ્તી કરી રહ્યા હતા. ઇશીતા ગિટારની ધૂન છેડી રહી હતી અને સાથે સાથે ગીત ગાઈ રહી હતી. લવ તેનો વિડિઓ ઉતારી રહ્યો હતો. "અત્યાર સુધી પંદર વિડિઓ હું ઉતારી ચુક્યો છું. આ લાસ્ટ વિડિઓ છે. હું નહીં ઉતારું હવે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સારી આવડે એટલે એવું નહીં કે દરવખતે મારા જ હાથમાં ફોન પકડાવી દેવાનો." લવે અકળાઈને કહ્યું. "તું તો મારી સૌથી પાક્કો દોસ્તાર નહીં? આટલું તો તું કરી જ શકે ને મારા માટે." ઇશીતાએ મસ્કા મારતા કહ્યું. "કેટલી મીઠડી