મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ તોરલના કહેવાથી શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે. તોરલ સુજલને ગોકુળ અષ્ટમી કઈક ખતરનાક પ્લાન વિશે મજાક કરે છે. સુજલ મેળામાંથી ઘરે આવતો હોય ત્યા જ એણે લાગે છે કે કોઈક એનો પીછો કરી રહ્યું હોય. ચાલો વધુ જાણીએ.સુજલ આમતો આ રસ્તેથી પહેલા પણ આવતો હતો. પણ આજે કોઈક પીછો કરી રહ્યું છે એવું લાગતા સાવધાનીપૂર્વક અને ઝડપથી આગળ ચાલવા લાગે છે. થોડા અંતરે એક વળાંક હોઈ ત્યાં અંધારામાં સુજલ સંતાઈ જાય છે.એટલામાં ત્યાં બે માણસોના અવાજ સંભળાય છે. "તને કયારનો કેતો ' તો. પેલા ગુડાણો હોત તો અતારે