આસામ મેઘાલય પ્રવાસ - 5

(12)
  • 4.8k
  • 2
  • 1.6k

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 5, 6નવેમ્બર 1 2019. ઠંડી અને ધૂમ્મસ વચ્ચે બારીમાંથી ગુલાબી તડકો દેખાયો. ઘડિયાળ જોઈ, 5.25! અર્ધો કલાક એમ જ પથારીમાં પડી રહી બહાર નીકળી જોયું તો ચેરાપૂંજીના ઊંચી ટેકરીઓ અને ઊંચા, અણીદાર લીલા ઘાસ વચ્ચે નીચે સપાટ જગ્યાઓમાં સ્થાનિક મકાનો દેખાયાં. આજે આસપાસનાં જ સ્થળો જોવાનાં હોઈ નિરાંતે રિસોર્ટમાં બ્રેકફાસ્ટ કર્યો, નજીક ભ્રમણ કર્યું. કોઈ બંગલાઓની બહાર ચમકતાં કાળા પોલિશ કરેલી લાકડાની ચેર પર ગુલાબી ત્વચા અને ચીબાં નાકવાળા દેખાતા એ લોકો તેમનાં બેઠા ઘાટનાં મકાનોની બહાર લીલીછમ લોનમાં બેસી ચા પીતા હતા. સવારે સાડા પાંચ વાગે. તેમનું ઘર ટિપિકલ, ચાર પીલ્લર પર ઊભેલું લીલા કે