કંઈક તો છે! ભાગ ૧૩

(25)
  • 4.1k
  • 1
  • 1.4k

એ યુવતીએ આખા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી દીધો હતો. સુહાની એ યુવતીની આંખો જોઈ રહી. એ યુવતીએ સુહાનીને કહ્યું "સુહાની ઉભી ઉભી શું કરે છે? ચાલ મારી સાથે."સુહાની અવાજ ઓળખી ગઈ. સુહાની:- "દેવિકા તું આટલી રાત્રે અહીં શું કરે છે?"દેવિકા:- "આજે અમાસની રાત છે."સુહાની:- "તો?"દેવિકા:- "આજે કદાચ શૈતાન પૂજા કરશે..અને અગણિત શક્તિઓ ધારણ કરશે."સુહાની:- "તો આપણે શું કરવાનું છે?"દેવિકા:- "આપણે રાજન પર નજર રાખવાની છે."સુહાની:- "દેવિકા મને ડર લાગે છે."દેવિકા:- "હું છું ને તારી સાથે. ડરવાની કોઈ જરૂર નથી."દેવિકા અને સુહાની ચાલતાં ચાલતાં જાય છે. સુહાની:- "તને કેવી રીતના ખબર પડી કે આજે શૈતાન પૂજા કરશે."દેવિકા:- "મને મારા ગુરુજીએ કહ્યું."સુહાની:- "તો હવે આપણે ક્યાં