ચેપ્ટર - 14 બસ માંથી ઉતરીને વિક્રમે પોતાનો બેગ નીચે મુક્યો અને એક જોરદાર અંગડાઇ લીધી. પાંચ કલાકની લાંબી સફર બાદ એ અને રેશ્મા બંને બિકાનેરથી જયપુર આવ્યા હતા. આજે સવારે જ ગજનેરના ગેસ્ટહાઉસમાં એક અજાણી વ્યક્તિએ જે પોતાને વિક્રમ અને રેશ્માનો શુભ ચિંતક જણાવી રહ્યો હતો એણે એમને જયપુર આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને વિક્રમ અને રેશ્મા બંને એ સહ સહમતિથી અહીં આવવાનો નિર્ણય કર્યો હતો. બસ માંથી ઉતરીને વિક્રમે પોતાના ખાલી ચડેલા પગ ખેંચવા માંડ્યા. પાંચ કલાક બેઠા બેઠા સફર કરીને એના શરીરનું અંગેઅંગ અકડાઇ ગયું હતું. અને તે અકડન દુર કરી રહ્યો હતો. એટલામાં રેશ્મા