મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૮ માનસીએ લગભગ પાંચ મિનિટ સુધી પ્રતીક્ષા કરવી પડી. ત્યાં સુધી ટગરટગર જોઈ રહી, તેના પિતા સામે. સુમનબેનની અણધારી વિદાય પછી તેઓ એક માત્ર આધાર હતા માનસીના. સાવ નિર્દોષ બાળક જેવા, સરળ નિખાલસ અને વહાલ ઉપજે એવા. બસ એવાં જ હતા. જરા દુબળા જણાતા હતા પણ ચહેરા પર તેજ હતું. પાસે જ એક ટિપોય પર થોડા પુસ્તકો હતાં. એક ડાયરી પણ હતી. ફળોની તાસક હતી. અને ઔષધો પણ હતા, ગફુરે જેનો ઉલ્લેખ કર્યો હતો. પાછલી બારીમાંથી સન્ન સન્ન પવન વીંઝાતો હતો. માનસી કંપી પણ ખરી. પપ્પાને કેમ આવું કશું નહીં થયું હોય? તેને થયું એવું? તે વિચારતી