મધુરજની - 27

(117)
  • 6.6k
  • 4
  • 3.1k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૭ અનિરુદ્ધ ગાડીની આગલી સીટ પર ગોઠવાયો. તેની ઈચ્છા ગફુર સાથે થોડી વાતો કરવાની હતી. બ્રિજે છેલ્લી સૂચના આપી હતી, શાંતિઆશ્રમ પહોંચી જવાની, અને ત્યાં જવા માટે ટેક્ષી-ડ્રાઇવર ગફૂરનો સંપર્ક સાધવાની. ‘અનિરુદ્ધ, હવે મોરચો ત્યાં જ મંડાવાનો. મનસુખ અહીં માનસીને મળી શક્યો નથી. તેની ઈચ્છા તો માનસીને જ મળવાની હોય, પણ એ ઘરે તો કોઈ નહોતું. પછી તે પટેલને મળ્યો હતો.સમંતભાઈનો સ્વજન બનીને....આ શાંતિ આશ્રમનું નામ તેને ત્યાંથી જ મળ્યું. હવે તારી જરૂર ત્યાં જ રહેશે, કારણ કે સુમંતભાઈ નખશીખ સજ્જન છે. અનિરુદ્ધે બધી જ નોંધ કરી લીધી હતી-મનની ડાયરીમાં. ‘ભલે બોસ ,શાંતિ-આશ્રમ ..’ તેણે ઉત્તર વાળ્યો