ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 26

(145)
  • 5.5k
  • 12
  • 2.9k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-26 અમદાવાદ સવારના આઠ વાગે પોતાના કહ્યાં મુજબ રાજવીર શેખાવત ઇસ્કોન મંદિર આવી પહોંચ્યા, જ્યાં કેવિન પહેલાથી જ એમની રાહ જોઇને બેઠો હતો. એકવડીયા બાંધાનો હોવા છતાં કેવિન શારીરિક રીતે ખૂબ જ સક્ષમ લાગતો હતો. એને જેવું શેખાવતની ગાડીમાં સ્થાન લીધું એ સાથે જ શેખાવતે પોતાની કારને અમદાવાદના સરખેજ વિસ્તાર તરફ ભગાવી મૂકી, જ્યાં થઈને જુહાપુરા જવાતું હતું. રસ્તામાં શેખાવતે રાજલને કોલ કરી અફઝલ પાશાની તપાસ ક્યાં પહોંચી એ અંગે અમુક સવાલો કરી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. રાજલ સાથે વાત થયાં બાદ શેખાવતે એક અન્ય નંબર ડાયલ કરી અમુક સૂચનો આપી કેવિન તરફ જોઈને પૂછ્યું. "કેવિન, તૈયાર