આહવાન - 35

(49)
  • 3.6k
  • 4
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૫ કાજલ ઢળી પડતાં મિકિન ભાગતો ભાગતો થોડો નશાની હાલતમાં જ આવીને કાજલનો હાથ પકડીને બોલ્યો, " કાજલ..ઓ માય જાન..ઉઠ કાજલ‌ ઉઠ.. તું મને છોડીને ક્યાંય જઈશ નહીં... હું તારાં વિના નહીં જીવી શકું..."કહીને એનો હાથ હલાવવા લાગ્યો‌. મિસ્ટર અરોરા : " એને કંઈ થયું નથી સામે જુઓ શું દેખાય છે ?? એ જોઈને એની આ સ્થિતિ થઈ છે...અને હવે ભાનમાં આવો. મને તમારાં પરિચયમાં આવ્યાં પછી ખબર પડી જ ગઈ હતી કે તમે પીધાં પછી જરાં પણ હોશમાં નથી હોતાં આથી જ મેં બધાં પ્લાન પર પાણી ફરી ન વળે