પ્રતિશોધ તૃતીય અંક: - 11

(193)
  • 6k
  • 6
  • 3.6k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-11 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન કુબાને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભાનુનાથ રાજમહેલમાં આવેલ પદ્માના કક્ષ તરફ અગ્રેસર થયાં, પદ્મા બાળકને જન્મ આપે એ સાથે જ એની હત્યા કરવાનો નીર્ધાર ભાનુનાથ કરી તો ચૂક્યાં હતાં પણ એમને એ અંદાજો નહોતો કે કાલરાત્રી બાળ સ્વરૂપે પણ એમના સમકક્ષ શક્તિઓનો સ્વામી હતો. રાજવૈદ્ય અને એમની સહાયક નંદિતા પદ્માની પ્રસુતીની તૈયારીમાં હતા એ સમયે પદ્માએ એક મરણતોલ ચીસ પાડીને એની આસપાસ હાજર સૌને અંદર સુધી ધ્રૂજાવી મૂક્યા. આ ચીસની સમાંતર પદ્માના ઉદરનો ભાગ અંદરની તરફથી કોઈક ચીરતું હોય એવું દ્રશ્ય ગૌરીદેવી, રાજવૈદ્ય અને નંદિતાએ નિહાળ્યું. પદ્માની મરણતોલ ચીસો વચ્ચે એનું