પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 3 - પુરુષ એટલે કોણ?

  • 5.9k
  • 2
  • 1.7k

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે. પુરુષ એટલે કોણ ? એની વ્યાખ્યા કે જવાબ દરેક સ્ત્રી પાસે અલગ-અલગ જ હોવાનો. આપણા દેશમાં અને સમાજમાં જે જીવનચક્ર છે એમાં પુરુષ પુરુષાતનથી છલોછલ હોય, પૂછવામાં આવે એટલું જ કહેતો હોય અને મુશ્કેલીઓને મનમાં ભરી રાખવાની ક્ષમતા ધરાવતો હોય એ પુરુષ સર્વશ્રેષ્ઠ છે. જો કે, વ્યક્તિ-વ્યક્તિએ, પતિ-પત્નીઓમાં ફરક હોય અને વળી, સ્થળ-સમય-સંજોગોની ભાગ ભજવણીના કારણે પણ દરેક પુરુષ પોતપોતાની વેદના-સંવેદનાઓ, લાગણીઓ અને સ્વભાવથી અલગ-અલગ હોઈ શકે છે. એમાં કોઈ જ પુરુષ ખરાબ કે ખોટો નથી. એ પણ એટલું