( માલિનીબહેન આજના સમયથી અઠ્ઠાવીસ -ઓગણત્રીસ વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી પડે છે. ) પહેલાના સમયમાં કૉલેજમાં પોતાનું વાહન લઈને આવવા વાળી સંખ્યા ખૂબજ ઓછી હતી. આજે ન્યૂ કમર્સ નો પહેલો દિવસ હતો એટલે કે આજે બી.કૉમ ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો પહેલો દિવસ. બધા સારા એવા તૈયાર થઈને આવ્યા હતાં. બુલેટ બાઈક પર એક નવયુવાન બ્લેક કલરનું શર્ટ અને બ્લ્યુ કલરનું બેગી પેન્ટ, બ્રાઉન ગૉગલ્સ પહેરીને શાનદાર એન્ટ્રી કરે છે અને સ્ટાઇલમાં પાર્કિંગ એરિયામાં બાઈક પાર્ક કરે છે. બુલેટના ફટ -ફટ અવાજથી આખી કૉલેજનું ધ્યાન એ બાજુ જાય છે. એ છોકરો જયારે કૉલેજમાં પ્રવેશે છે ત્યારે ઘણા બધા છોકરાઓ એની આજુબાજુ